GUJARAT

નસવાડી તાલુકાની 197 આશાબહેનો ને ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

મુકેશ પરમાર,,, નસવાડી 

નસવાડી તાલુકાની 197 આશાબહેનોને ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું.આશા બહેનોના કામને બિરદાવવા માટે જે તેઓએ કોરોના કાળ દરમ્યાન કામગીરી કરી હતી.એવી જ સેવાને તેઓ વધુ સારી રીતે કરી શકે તે માટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ના સહયોગ તેમજ ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આશા  બહેનોને જે નાના નાના ગામોમાં સેવાઓ આપી રહ્યા છે.ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટની મદદથી ખૂબ સારી રીતે કામ કરી શકશે.ડિજિટલ કીટ થી નાના બાળકોનું ચોક્કસ વજન જાણી શકાય છે.એની સાથે સાથે ડિલિટલ થર્મોમીટર પણ આપવામાં આવ્યું છે.જેથી ચોક્કસ ટ્રેમરેચર જાણી શકાય છે.આ સારી રીતે જાણી નાના બાળકોના જે મૃત્યુદર છે તે ઘટી શકે છે.જે ગર્ભવતી મહિલાઓ છે તેઓનું દર પંદર દિવસે વજન કરવા માટે પણ કામ લાગશે.તેઓના આરોગ્ય ચકાસણી માટે પણ આ કીટ ખૂબ મહત્વપૂર્ણ છે.આ કાર્યક્રમમાં જશુભાઈ ભીલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ,જયરાજસિંહ ચૌહાણ નસવાડી ભાજપ પ્રમુખ,રાજુભાઈ રાઠવા ભાજપ મહામંત્રી નસવાડી. મેહુલ તડવી નસવાડી સરપંચ, પૂર્વેશ રાઠવા યુવા મોરચા પ્રમુખ નસવાડી,તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.એસ.પટેલ,તેમજ ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ ટ્રસ્ટીઓ તેમજ આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!