CHHOTA UDAIPURNASAVADI

નસવાડી તાલુકા શિક્ષક સહકારી મંડળીની ચુંટણીમાં દિનેશભાઈ રાઠવા પ્રમુખ પદે વિજેતા જાહેર થયા.

મૂકેશ પરમાર,,નસવાડી 
નસવાડી તાલુકા શિક્ષક સહકારી મંડળીમાં ૩૪૮ પ્રાથમિક સભ્યો છે અને કરોડો રૂપિયાનું શિક્ષકોને ધિરાણ આપવામાં આવે છે ત્યારે મંડળીના પ્રમુખ માટે સરકારી ધારા ધોરણ મુજબ નસવાડી તાલુકા પ્રાથમિક શાળામાં આજરોજ ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી (૧) દિનેશભાઈ ક્લજીભાઇ (૨) મયુરભાઈ શાહ (૩) સુરેશભાઇ પંચોલી એ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ચૂંટણી યોજાતા ૩૨૩ સભ્યોએ મતદાન કર્યું હતુ જેમાં દિનેશભાઈ ક્લજીભાઇ ને ૧૬૧ મત મળ્યા હતા ત્યારે મયુર શાહ ને ૧૫૪ મત મળ્યા હતાં સુરેશભાઇ પંચોલીને ૦૩ મત મળતા સૌથી વધુ મત. દિનેશભાઈ કલજીભાઇ રાઠવાને મળતા ચૂંટણી અધિકારી દ્વારા દિનેશભાઈ કલજીભાઈ રાઠવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

oplus_1024
oplus_1024

Back to top button
error: Content is protected !!