BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની હાજરીની ચર્ચા, વન વિભાગ સતર્ક

છોટાઉદેપુર જિલ્લામાં વાઘ આવ્યો હોવાની ચર્ચાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. દાહોદ બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં વાઘની હાજરી હોવાનો વન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. જિલ્લાના કેટલાક જંગલ વિસ્તારોમાં વાઘના પગલાં જેવા નિશાન દેખાતા વન વિભાગે તેની પુષ્ટિ કરી હોવાનું જાણવા મળ્યું છે. પગના નિશાનોના આધારે જિલ્લામાં વાઘ પ્રવેશ્યો હોવાનો તારણ કાઢવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમોને એલર્ટ પર રાખી વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓ મુજબ, વાઘના સંભવિત હલનચલન પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. દાહોદ બાદ છોટાઉદેપુર જિલ્લામાં વાઘની હાજરીની વાત સામે આવતા વન વિભાગમાં દોડધામ વધી ગઈ છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!