GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વછતા સમિતિની બેઠક યોજાઈ

મુકેશ પરમાર,,નસવાડી 

છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક કલેકટરશ્રી ગાર્ગી જૈનને ૧૯૧૬ ઓનલાઈન પર મળતી જનતાની ફરિયાદોના સચોટ નિરાકરણ,પીવાના પાણીની મુશ્કેલીઓ અંગે કરવા પાત્ર કામગીરીની સૈધ્ધાંતિક મંજૂરીઓ બાબત પર વિગતવાર ચર્ચા કરી હતી. સરકારી યોજનાનું નિયમિત સંચાલન થાય તે મુજબ આયોજન કરવા અને પ્રગતિ હેઠળની યોજનાઓ વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી.પાણી પુરવઠા અને એમ.જી.વી.સી.એલ. એકબીજા સાથે પરામર્શ કરી વિજકરણની બાકી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં કાર્યપાલક ઈજનેર અજયભાઈ ચૌધરી, કાર્યપાલક ઈજનેર યાંત્રિક , નાયબ ઈજનેર એમજીવીસીએલ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

Back to top button
error: Content is protected !!