
આણંદ મુસ્લિમ સમાજ ના દાતા ઓ નું સન્માન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – 18/04/2025 – તારીખ 17/04/25 ગુરુવાર ના રોજ જૂની મેમણ કોલોની આણંદ મુકામે મુસ્લિમ સમાજ ના દાતા હાજી ઈરફાન બંગળી વાળા,મોહંમદ શા દીવાન તમન્ના વાળા અને હાજી જાવેદ બંગડી વાળા જેમણે મુસ્લિમ સમાજ માટે ગુસલ વાન નું વિનામૂલ્યે આયોજન કરેલ છે જેમાં તમામ મુસ્લિમ સમાજ ના લોકો લાભ લેશે.આ સેવા કાર્ય ને બિરદાવવા એમ ગ્રુપ દ્ધારા આ દાતાઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો.
આ યાદગાર પ્રોગ્રામ માં મુખ્ય મહેમાન તરીકે મેમણ જમાત પ્રમુખ અબ્દુલ રજ્જાક બંગળીવાળા, જોનલ સેક્રેટરી જાવેદ ભાઈ (કંગન)
મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઈલિયાસ ભાઇ મેમણ યુથ પ્રમુખ તુફેલ મેમણ અશરફી કમિટી પ્રમુખ કાદર મેમણ અશરફ ભાઈ મેમણ અલાના સ્કૂલ મેમણ સમાજ ના અગ્રણી ઓ નુરુભાઈ પિંકી વાળા
ઇકબાલ ભાઈ પુના વાળા
જુનેદ ભાઈ કાદર ભાઈ દોરા વાળા
હાજર રહ્યા.આ પ્રોગ્રામ નું સફળ આયોજન એમ એમ ગ્રુપ ના તમામ યુવનો એ કર્યું.




