બોડેલી તાલુકામાંથી ચોરીથયેલી ઇકો કાર ગોધરા LCB એ ગણતરીના દિવસો મા જ ઉકેલ્યો ભેદ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં નૂરાની મસ્જિદ નજીકથી થોડા દિવસો પહેલા ચોરી થયેલી Eeco કાર મળી આવી છ બોડેલી વિસ્તારની આ ચોરીની ઘટનાએ શરૂઆતમાં પોલીસને ચિંતામાં મુકી દીધી હતી, પરંતુ LCB પોલીસની ચુસ્ત કામગીરીએ ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે મળતી માહિતી અનુસાર, બોડેલીના અલીપુરા વિસ્તારમાંથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી Eeco ગાડી ચોરી કરી લીધી હતી. ફરિયાદ બાદ બોડેલી પોલીસ દ્વારા ચોરીનો ગુનો નોંધાઈ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને તપાસ સોંપવામાં આવી હતી. LCBની ટીમે તકનીકી માહિતી, CCTV ફૂટેજ અને સૂત્રધારાઓની મદદથી તપાસ હાથ ધરી હતી સક્રિય તપાસના પરિણામે LCB પોલીસને ગાડી ગોધરામા ક્યાંક છુપાવવામાં આવી હોવાની ચોક્કસ માહિતી મળી આવી હતી. પોલીસ ટીમે તરત જ દરોડા પાડી ગાડી ઝડપીને કબ્જે લીધી હતી સાથે જ ચોરીમાં સંડોવાયેલ આરોપી એક શખ્સને પણ પોલીસે ઝડપી લીધો છે. આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલુ છે સ્થાનિક રહેવાસીઓએ LCB પોલીસની ચુસ્ત કામગીરીની પ્રશંસા કરી છે. ટૂંકા ગાળામાં ચોરીની ગાડી મળી આવતાં લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે પોલીસના જણાવ્યા મુજબ, વિસ્તારમા થયેલી આવી ચોરીના ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે સતત પેટ્રોલિંગ તથા CCTV સર્વેલન્સ વધુ મજબૂત કરવામાં આવશે.
તોસીફ ખત્રી બોડેલી




