GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોને પાક ધિરાણ રાહત સાથે તાત્કાલિક વળતર ચૂકવવા માંગ

 

MORBI:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોને પાક ધિરાણ રાહત સાથે તાત્કાલિક વળતર ચૂકવવા માંગ

 

 

મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું કે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતોમાં ગત તારીખ ૨૭ અને ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તૈયાર પાકને થયેલા મોટા નુકસાનને પગલે ખેડૂતોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક સહાય અને રાહત માટે નમ્ર અરજ કરી છે. કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન ખેડૂતો દ્વારા કરવામાં આવેલી અરજીની વિગતો મુજબ, કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોના મુખ્ય પાક જેવા કે મગફળી અને કપાસ નિષ્ફળ ગયા છે. ખેતરોમાં ઊભા પાકને પણ મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

આ અંગે વિવિધ જનપ્રતિનિધિઓ, વિપક્ષ અને અપક્ષ પ્રતિનિધિઓ દ્વારા પણ સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. ખેડૂતોની મુખ્ય માંગ: રાહત, વીમો અને ધિરાણમાં વિશેષ સહાયતા ખેડૂતોએ તેમના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નીચે મુજબના પગલાં લેવાની માંગ કરી છે:સરકારી ધારા ધોરણ અંતર્ગત સર્વે: સત્વરે નુકસાનીનો સરકારી ધારા ધોરણ (Government Standards) મુજબ સર્વે કરાવી નુકસાનનો અંદાજ મેળવવો.પાક વીમો/કિસાન સહાય: નુકસાનગ્રસ્ત ખેડૂતોને પાક વીમા યોજના કે કિસાન સહાય યોજના અંતર્ગત યોગ્ય આર્થિક સહાય ચૂકવવી.
પાક ધિરાણ રાહત: જે ખેડૂતોએ આ સીઝનમાં પાકની વાવણી માટે પાક ધિરાણ (Crop Loan) લીધું છે, તેમને આ ધિરાણમાંથી યોગ્ય રાહત અથવા વિશેષ સહાયતા આપવામાં આવે.

Back to top button
error: Content is protected !!