BODELICHHOTA UDAIPUR

બોડેલીમાં ચાલતી ઇક્કો કાર બની અગનગોળો! ધખધખતી ગરમી વચ્ચે કાર બળીને ખાખ, મુસાફરોનો આબાદ બચાવ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઓરસંગ નદી કિનારે આવેલા અજારી બસ સ્ટેન્ડ પાસે આકરી ગરમી વચ્ચે ઇક્કો કારમાં અચાનક આગ લાગતા ઇક્કો કાર આગમાં બળી ને ખાખ થઈ ગઈ હતી ઝાંખરપૂરા ગામનો પરિવાર સખાન્દ્રા ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપી પોતાના ઘરે પરત તો ફરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ચાલતી ઇક્કો કાર માં શોટ સર્કિટ ના કારણે અચાનક આગ માં ખાખ થઈ જતા ભળ ભળ સળગી ઉઠતા સવાર મુસાફરો માં અફરા તફરી સર્જાઈ હતી.બોડેલી તાલુકાના ઝાખરપુરાના ગામના પરિવાર જનો સખાન્દ્રા ગામમાં સબંધી ના ઘરે મરણ પ્રસંગ હાજરી આપી ઘરે જવા ઇક્કો પરત ફરી રહ્યા હતા તે સમયે બોડેલી રાજપીપળા હાઈવે પર મોડાસરથી બોડેલી તરફ ઓરસંગ બ્રિજ ચઢતા અજારી બસ સ્ટેશન પાસે જ આગ માં સ્વાહા થઈ જતા સવાર મુસાફરો સમય સૂચકતા વાપરી ને ઇક્કો કારમાં થી નીચે ઉતરી જતા સવાર પરિવાર જનો નો આબાદ બચાવ થયો હતો ત્યારે ચાલતી ઇક્કો કાર માં આગ ની ઘટના બનતા બોડેલી રાજપીપલા હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.અને ઇક્કો કાર ભળ ભળ સળગી ઊઠી હતી ત્યારે આગ ની ઘટના બનતા લોક ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે સમગ્ર ઘટના ની જાણ ફાયર બ્રિગેડ ને સ્થાનિક લોકો એ જાણ કરવા છતા કલાકો સુધી ફાયર બ્રિગેડ આવી ન પહોચતા ઇક્કો કાર ગઈ હતી અગન ગોળા જેવી આગ ઝરતી ગરમી માં કયા કારણો સર આગ લાગી એ સ્પષ્ટ સામે આવ્યું નથી….
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!