લખતર ઢાંકી પંપીંગ સ્ટેશન સહિત ધોળીધજા ડેમની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી
તા.30/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના SSNNLના ઢાંકી પમ્પિંગ સ્ટેશન, માળીયા-વલ્લભીપુર બ્રાંચ કેનાલ, બોટાદ બ્રાંચ કેનાલ, ધોળીધજા ડેમ, સૌની યોજનાના ગોદાવરી પમ્પિંગ સ્ટેશન અને પાણી પુરવઠા વિભાગના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફૂલગ્રામની આજરોજ મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ કામગીરીનું જાત નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું મંત્રીએ ઢાંકી ખાતે ઢાંકી થી હડાળા (રાજકોટ) બલ્ક પાઇપલાઇન અને એન.સી-૩૨ પ્રોજેક્ટ પમ્પિંગ સ્ટેશન, ઢાંકી થી માળીયા બલ્ક પાઇપલાઇન અને એન.સી-૩૦ પમ્પિંગ સ્ટેશન વિશે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી ત્યારબાદ મંત્રીએ ખમીસણા ખાતે બોટાદ બ્રાન્ચ કેનાલ અને ધોળીધજા ડેમની મુલાકાત કરી હાલની સ્થિતિની સૂક્ષ્મ સમીક્ષા કરી હતી ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સહિતની વિગતોની વિસ્તૃત માહિતી મેળવી હતી ગોદાવરી ખાતે સૌની યોજનાના ગોદાવરી પમ્પિંગ સ્ટેશનની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં મંત્રીએ ફૂલગ્રામ ખાતે પાણી પુરવઠા વિભાગના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાકી રહેલી કામગીરીની સમીક્ષા કરી વહેલીતકે સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી મંત્રીની આ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધૂળા, જિલ્લા પુરવઠા અધિકારી મુકુલ મહેરચંદ્રાણી, સૌની યોજના ડેપ્યુટી ઇજનેર જી.ડી.પંચાલ, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર એમ.જી.ઠાકુર સહિત સ્થાનિક આગેવાનઓ તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.