BODELICHHOTA UDAIPUR

બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે દીપડાની એન્ટ્રી એક પશુ નો શીકાર ગ્રામજનોમાં ભયનો માહોલ

  1. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય અને દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે પ્રાપ્ત માહિતી મુજબ, ગામના વિસ્તારમાં દીપડાએ એક પશુ પર શિકાર કરતા લાઈવ વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા ગામની આસપાસ પાંજરાં મુકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા અને ખાસ કરીને રાત્રિના સમયે બહાર ન નીકળવાની અપીલ કરી છે
Oplus_16908288
Oplus_16908288

દીપડાને ઝડપવા માટે વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે તેમજ વિસ્તારનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!