CHHOTA UDAIPURNASAVADI
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકો ની સહકારી મંડળી ની ચૂંટણી માં પ્રમુખ માટે 5 અને કારોબારી સભ્ય માટે 13 ફોમ મજુર થયા.

મૂકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકામાં સિનિયર શિક્ષક હોય 15 વર્ષ નોકરી કરી હોય,સ્થાયી અને સિનિયર શિક્ષકની એજ હોય તે જ ઉમેદવારી પત્ર ભરી શકે છે એ નિયમ ને લઈ શિક્ષકો વચ્ચે વિવાદ ફોર્મ રદ થતા શિક્ષકો માં આક્રોશ.
પ્રાપ્ત વિગતો અનુસાર. નસવાડી તાલુકા માં નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકો ની સહકારી મંડળી આવેલી છે જેના 5 વર્ષ પૂર્ણ થતાં ચૂંટણી નું જાહેર નામું બહાર પાડવામાં આવ્યું જેમાં 380 સભાસદો માંથી કોઈ પણ ચૂંટણી લડી શકે પરંતુ હાલ 7 શિક્ષકો એ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું અને 27 કારોબારી સભ્ય પદ માટે ફોર્મ ભર્યું હતું પરંતુ 1 ગ પેટા નિયમ ના કારણે વિવાદ નો મધપૂડો છેડાયો હાલ જે 7 શિક્ષકો એ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા હતા જેમાંથી 5 ફોર્મ ચૂંટણી અધિકારી એ મજુર કર્યા અને 2 ફોર્મ રદ કર્યા એમજ 27 ફોર્મ કારોબારી સભ્યો માટે ભર્યાં જેમાંથી 13 ફોર્મ મંજૂર કર્યા અને 14 ફોર્મ રદ કર્યા 1 ગ નો નિયમ મુજબ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિમિટેડમાં થાપણ ની રકમો લાખોમાં તથા શેરની રકમો લાખોમાં હોય તથા ફરજિયાત બચત લાખોમાં છે.તથા ધિરાણની રકમ કરોડોમાં છે.સદર રકમની જાણવણી માટે તથા તેમાં વહીવટ માટે સ્થાયી અને સિનિયર શિક્ષકની જરૂરી હોય સદર બાબત ધ્યાનમાં રાખી.જેની નોકરી 15 વર્ષની હોય તેજ મંડળીમાં વ્યવસ્થાપક કમિટીમાં રહી શકશે. આ નિયમ ને લઈ કેટલાક ફોર્મ રદ થયા હાલ તો 3 કરોડ થી વધુ ની મૂડી ધરાવતી નસવાડી તાલુકા શિક્ષકો ની સહકારી મંડળી માં શિક્ષકો ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કર્યા છેકે નિયમો નેવે મૂકી ને શિક્ષકો વચ્ચે ભાગલા પડાવી ને રાજ કરવા જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી છે
બોક્ષ :- હિતેન્દ્ર સિંહ ઝાલા ના જણાવ્યા મુજબ
નસવાડી તાલુકા બહારના શિક્ષકોએ આ તાલુકાને પણ પોતાનો જ ગણી નિષ્ઠા પુર્વક ફરજો બજાવી છે ત્યારે શિક્ષક સહકારી શરાફી મંડળી ની ચુંટણી માં તાલુકાના સ્થાનિક અને તાલુકા બહાર ના શિક્ષકો એવા ભાગલા પાડી શિક્ષકો વચ્ચે વૈમન્સ્ય પેદા કરતી આવી નીતિ નો તથા ચુંટણી અધિકારી ના એકતરફી વલણ ને સખત શબ્દોમાં વખોડી કાઢું છું.
બોક્ષ.:- મુકેશભાઈ ભીલ ચૂંટણી અધિકારી નાં જણાવ્યા અનુસાર નસવાડી તાલુકાના પ્રાથમિક સહકારી મંડળી લિમિટેડનાં પેટા નિયમોની કલમ 1ગ મુજબ નસવાડી તાલુકામાં સિનિયર શિક્ષક હોય 15 વર્ષ નોકરી કરી હોય,સ્થાયી અને સિનિયર શિક્ષકની એજ હોય તે જ ઉમેદવારી પત્ર ભરી શકે છે.જે આ નિયમ મુજબ પેટા નિયમ નો ભંગ થતો હતો તેવા શિક્ષકોના ઉમેદવારી પત્રો રદ કર્યા છે.




