નસવાડી તાલુકાના ધારસીમેલ થી હરખોડ કુંડા ગામને જોડતા રસ્તાનું લોકાર્પણ અને ડબ્બા થી કુપ્પા રોડ રિસર્ફેસિંગનું ધારાસભ્ય ના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે.

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના ધારસીમેલ ગામથી હરખોડ કુંડા ગામને જોડતો 6 કિમીનો રસ્તો આઝાદી બાદ પહેલીવાર નવો બનાવવામાં આવ્યો છે.આ રસ્તો બનાવવા માટે સરકાર દ્વારા 14 કરોડ 42 લાખના ખર્ચે બનાવવા માટે મંજૂરી મળી હતી.કાચો રસ્તો હોવાથી ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.આ રસ્તો પાકો બની જતા હરખોડ અને કુંડા ગામના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જયારે ડબ્બા થી કુપ્પા રોડ રિસર્ફેસિંગનું રસ્તો 5 કિમીનો જે 2 કરોડ 75 લાખના ખર્ચે નવો બનાવવામાં ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું.આ રસ્તો બનતા ડબ્બા, ખેંદા, છોટીઉંમર,કુપ્પા ગામના લોકોને ફાયદો થશે.આ વિસ્તારના લોકોને રસ્તો બની જશે ત્યારે સીધો ફાયદો થશે.આ વિસ્તારના લોકોને રસ્તો ટૂટી ગયો હોવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.પરંતુ હવે આ રસ્તો મંજૂર થતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ધારાસભ્ય અભેસિંહ તડવી રસ્તાઓ,આરોગ્ય,અને શિક્ષણ માટે સરકારમાં અનેકવાર ધારદાર રજૂઆત કરવામાં આવી છે.ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારના આદિવાસીઓની ચિંતા કરી રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે.સરકાર દ્વારા આ છેવાડાના માનવીની ચિંતા કરીને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંગભાઇ તડવી,,બાંધકામ સમિતિ ચેરમેન શિમી બેન ડુ ભીલ,,દંડક દ્વિતીયાભાઈ ડૂ ભીલ પૂર્વ પ્રમુખ જશુભાઇ ભીલ,, તાલુકા ભાજપા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ,,મહામંત્રી દલસીંગ ભાઇ ડુ ભીલ, રાજુભાઇ રાઠવા, તાલુકા પંચાયત સભ્યો,,જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો સહિત કાર્યકર્તા સહિત ઉપસ્થિત રહ્યા હતા.





