BODELICHHOTA UDAIPUR

ઉતરાયણ પૂર્વે બોડેલી બજારમાં વન વિભાગનું સઘન ચેકિંગ અભિયાન

ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બોડેલી શહેરના બજાર વિસ્તારમાં વન વિભાગ દ્વારા પ્રતિબંધિત ચાઇનીસ દોરીના વેચાણ સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમે બજાર વિસ્તારમાં દુકાને દુકાને જઈ તપાસ કરી હતી અને ક્યાંય પણ પ્રતિબંધિત ચાઇનીસ દોરીનું વેચાણ ન થાય તે માટે વેપારીઓને કડક સૂચનાઓ આપી હતી.
વન વિભાગે જણાવ્યું હતું કે ચાઇનીસ દોરીથી ઉતરાયણ દરમિયાન પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થવાના અનેક બનાવો સામે આવતા હોય છે. પક્ષીઓની સુરક્ષા અને પર્યાવરણની રક્ષા હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઉતરાયણ દરમિયાન જો કોઈ પક્ષી ઘાયલ હાલતમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગના ટોલફ્રી નંબર પર જાણ કરવી. જાણ મળતાની સાથે જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઘાયલ પક્ષીને બચાવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
વન વિભાગે ઉતરાયણ દરમિયાન પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણ તથા પક્ષી સુરક્ષાની જવાબદારી સમજી સહકાર આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!