BODELICHHOTA UDAIPUR

જિલ્લા માહિતી કચેરી છોટા ઉદયપુર દ્વારા આયોજિત”નારી જાગે દુખડા ભાગે”નાટકની પ્રસ્તુતિ થઈ .

જિલ્લા માહિતી કચેરી છોટા ઉદયપુર દ્વારા આયોજિત ભરત પંચોલી લેખિત_દિગદર્શિત નાટક”મારી જાગે દુખડા ભાગે”છોટા ઉદયપુર તાલુકાના કેવડી, ધોળી સીમેલ, ડુંગર ભીત, વચલી ભીંત,અને રાણી ખેડા માં પ્રસ્તૃતિ કરવામાં આવી હતી.

પ્રસ્તુત નાટક દ્વારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ એક પારિવારિક નાટક છે. જો નારી શિક્ષિત હશે, જાગૃત હશે, તો તેનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થશે.

માં શાંતિ અને દીકરો બુધાલાલ બંને જુનવાણી વિચારના છે જ્યારે દાદાજી અને પૌત્ર વધુ લક્ષ્મી થોડા નવા વિચારો ધરાવે છે પરંતુ તેઓનું માં અને દીકરા આગળ ચાલતું નથી.

સેવક રામ પાત્ર દ્વારા ગર્ભસ્થ માતાના આરોગ્યની, પછી કરણની, આહાર અને દીકરો દીકરી વચ્ચે ભેદ ન રાખવાની વાત કરે છે.

નંદ ઘર દ્વારા બાળકને રમત દ્વારા શિક્ષણ અને પોષણ આહાર ની વાત કરવામાં આવે છે.

ઝેનકી ને ભણવામાં રસ છે તેને ભણવું છે પરંતુ તેના દાદી અને બાપા ના પાડે છે ત્યારે સેવકરામ શિક્ષણમાં મળતી સહાય, ભણતરનું મહત્વ કન્યા કેળવણી અને નારી જાગૃતિ ની વાત કરે છે. ઝેણકી ને નવા ઉપરાંત રમત ગમત માં રસ છે. સરકાર દ્વારા રમત ગમતના ક્ષેત્રોમાં આર્થિક સહાય અને તાલીમ ની વાત કરે છે. આમ જાણતી ને ભણવા ઉપરાંત ખેડૂત માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મહિલા ઉત્કર્ષ દિવાલ, જય રામજી૧૨૫ દિવસ ના કામ ની.વાત, બાળ લગ્ન નિષેધ, હર ધર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અપનાવો અને દેશ નો વિકાસ કરો. ગામમાં એક રખડતો દિવ્યાંગ રાજુ ની વાત કરવામાં આવે છે. ચલો ગાવ કી ઓર ચાલો. ગાય કી ઓર પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવી છે પર્યાવરણના રક્ષણ ની વાત પણ કરવામાં આવી છે. પાણી બચાવો પાણી આપણને બચાવશે જળસંચયની વાત કરવામાં આવી છે.

૧૦૮.દ્વારા આરોગ્ય ની સેવા,સ્વસ્થ વીમો. તેમજ અભયમ૧૮૧ ની વાત માં કૌટુંબિક ઝઘડાઓ માં ગેર સમજ દૂર દૂર કરી બુધાલાલ અને સાસુના ત્રાસથી લક્ષ્મી ઘર છોડવા તૈયાર થાય છે તેમના જીવનમાં ગેરસમજ દૂર થાય છે અને શાંતિ થાય છે.

દીકરીઓને તક આપવામાં આવે તો શિક્ષિત બનશે તો”નારી જાગે દુખડા ભાગશે. ઝેનકી કહે છે કે મને આપો તો આપ પછી મારી ઉંચી ઉડાન જોજો. આજકાલ દરેક ક્ષેત્રોમાં સ્ત્રી પ્રગતિ કરી રહી છે અને અગ્રસ્થાને રહી છે.

મુકેશ જાની _ બુધા લાલ, રમેશ દેસાઈ સેવક રામ, ઉષા ચૌહાણ લક્ષ્મી,ગંગારામ દાદાજી, રક્ષા શાહ શાંતિ દાદી,રવિ રાઠોડ બુધા લાલ_૨, ઇન્દિરા સોલંકી ઝેનકી અભિનય દ્વારા ગ્રામજનોએ બહોળી એવી સંખ્યામાં નાટક નિહાળ્યું હતું.

પ્રસ્તુત નાટક સહાયક માહિતી નિયામક શ્રી માર્ગીબેન રાજપૂત નું માર્ગદર્શન સાંપડ્યું હતું

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!