બોડેલી જે.સી.ટી ગ્રુપ દ્રારા સંચાલીત માય શાનેન્ સ્કૂલમાં જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરાઈ.
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ આ દિવસે રાતે ૧૨ વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.
“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના નાદ થી મંદિરો ગુંજી ઉથે છે તેવા આ તહેવાર ની ઉજવણી અમારી શાળા માય શાનેન્ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી.
જેમાં જે.સી.ટી ગૃપ ચેરમેન શ્રી લોકેંદ્રસિંહ વાંસદિયા, ટ્રસ્ટીશ્રી સંજયસિંહ રાજપરમાર, નારાયણસિંહ વાંસદિયા સંસ્થાના હેડ વૈદેહીબેન શાહ, શાળાના આચાર્ય કોળી આશિષભાઇ, ડાબસરા હાર્દિક, નવજીવન શાળાના ટ્રસ્ટીશ્રી જતીનભાઈ, આચાર્યશ્રી એકનાથ જાદવ તેમજ શિક્ષકો,વાલીઓ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં બાળકોએ કૃષ્ણ જન્મોત્સવનું નાટક, અધર્મ સામે ધર્મનો વિજય કાળિયા નાગ સામે જીત નુ નાટક પ્રસ્તુત કર્યુ હતુ તે ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, વેશભુષા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંતમાં મટકીફોડ કાર્યક્રમ કરી બધા એ આ તહેવાર ધામધૂમ થી ઉજવ્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર