ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ખેલમહાકુંભ પૂર્વ ઝોન રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન સાથે સંપન્ન

ખત્રી વિદ્યાલયમાં ત્રિદિવસીય આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત પૂર્વ ઝોનની રસ્સાખેંચ સ્પર્ધામાં ઉષાબેન જાદવ અને તેમની ટીમના નેતૃત્વમાં કુલ 25 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વર્ગોમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓએ શિસ્ત, રમતભાવના અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કર્યું. જેમાં અંડર–17 ,8 ટીમો એ સહભાગી થઈ જેમાં પ્રથમ: દાહોદ દ્વિતીય: છોટાઉદેપુર40 વર્ષથી ઉપર 6 ટીમોએ ભાગ લીધો જેમાં પ્રથમ: ખેડા દ્વિતીય: વડોદરા ગ્રામ્ય વિજેતા જાહેર થઈ હતી.60 વર્ષથી ઉપર 3 ટીમ જે સમગ્ર ખેલમહાકુંભ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં પ્રથમ: ખેડા દ્વિતીય: વડોદરા ગ્રામ્ય ઓપન વર્ગમાં8 ટીમો પ્રથમ: દાહોદ દ્વિતીય: વડોદરા ગ્રામ્યઉપરોક્ત વર્ગોમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલી ટીમો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા પાત્ર ઠરી છે. સ્પર્ધાના સફળ આયોજન બદલ આયોજકો, રેફરીઝ, સ્વયંસેવકો તથા ભાગ લેનાર તમામ ટીમોને શાળા સંચાલક મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અંતે, રાજ્ય કક્ષાએ રમવા જઈ રહેલી તમામ ટીમોને શાળા આચાર્ય યુ.વાય. ટપલએ શાળા પરિવારવતી શુભકામનાઓ પાઠવવામાં આવી.
રિપોર્ટર તોસીફ ખત્રી




