દેવત ગામે એલ.સી.બી.ની મોટી કાર્યવાહી — ₹3.65 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવત ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા દારૂબંધીના કાયદાની કડક અમલવારી હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બાતમીના આધારે બજાજ કંપનીની રીક્ષા (નં. GJ-06-EZ-1186) રોકી તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 802 બોટલ મળી આવી, જેના કિંમત રૂ. 2,60,802/- થાય છે.
રીક્ષા સહિત કુલ રૂ. 3,65,802/-નો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં રીક્ષા કિંમત રૂ. 1 લાખ અને મોબાઇલ રૂ. 5,000 નો સમાવેશ થાય છે.
આ કેસમાં રાહુલકુમાર મહેશભાઇ કહાર (વય 30, રહેવાસી: પાણીગેટ કહાર મહોલ્લા, વડોદરા) નામના આરોપીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.
આ કાર્યવાહી પોલીસ અધિક્ષક ઈમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂબંધી કાયદાનો કડક અમલ થાય અને પ્રોહી સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા સતત પગલાં લેવાઈ રહ્યા છે સામાજિક પ્રશ્નો અને ચિંતાઓ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાતા સામાન્ય નાગરિકોમાં પ્રશ્નો ઉઠે છે —
> “દારૂ ક્યાંથી આવે છે? કોણ લાવે છે? અને સ્થાનિક પોલીસને તેની ખબર કેમ નથી પડતી?”
આવા કિસ્સાઓ દર્શાવે છે કે ક્યાંક ન ક્યાંક સ્થાનિક દેખરેખમાં ખામી છે સપ્લાય ચેનમાં રાકેટ કાર્યરત છે
અને ઘણી વાર બાહ્ય રાજ્યોમાંથી આવતો દારૂ સ્થાનિક સ્તરે સુરક્ષિત રીતે પહોંચે છે, જે સ્થાનિક સહકાર વિના શક્ય નથી.
સરકારી તંત્ર કડક પગલાં લેવાની વાત કરે છે, છતાં જો નિયમિતપણે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે,
તો એ સ્પષ્ટ કરે છે કે —
દારૂબંધીનો કાયદો કાગળ પર કડક છે, પરંતુ જમીન પર નહીં.
રિપોર્ટર તોસીફ ખત્રી





