Rajkot: રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ
તા.૨૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન “પેન્શન ચુકવણા કચેરી” ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ એક્સપાન્શન અને હાલના હયાત બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે તા.૩૧/૦૮/૨૦૨૫ રવિવારના રોજ રાજકોટ ખાતેના જિલ્લા સેવા સદન-૨ (બહુમાળી ભવન), રેસકોર્ષ રીંગ રોડ, બ્લોક નં ૭/૧, ૭/૨, તથા ૭/૩ સાતમાં માળે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં આ કચેરી તા.૦૧/૦૯/૨૦૨૫ સોમવારથી રાબેતા મુજબ નવી જગ્યાએ કાર્યરત થશે. જેની સર્વે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સહિત પેન્શન, કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ નોંધ લેવા રાજકોટ પેન્શન ચુકવણા કચેરીના તિજોરી અધિકારીશ્રી પી.એમ.જાડેજાની યાદીમાં જણાવાયું છે.