BODELICHHOTA UDAIPUR

સરદાર પટેલ 150મી જન્મજયંતિને લઈ – એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્લોગન સાથે નીકળેલી સાઇકલ યાત્રા

 લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશા સાથે 150 રાઇડરોએ કશ્મીર થી કન્યાકુમારીની સાઇકલ યાત્રાની શરૂઆત કરી છે

 

આ યાત્રા આજે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી પહોંચી હતી..તેમની સાથે મુંબઈની 68 વર્ષની મહિલા પણ જોડાઈ.. તેમને ફિટ ઇન્ડિયા ફીટ વુમન સ્લોગન સાથે લોકોને ફીટ રહેવા જણાવ્યું

 

જાણવા મળ્યા મુજબ દેશની એકતા, સાંપ્રદાયિક સુમેળ અને સરદાર પટેલની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે એક વિશાળ સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામા દેશના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 150 સાઇકલ રાઇડરો જોડાયા છે. સાઇકલ યાત્રાનો મુખ્ય મંત્ર છે – “એક ભારત શ્રેષ્ઠ ભારત ના મીસન સાથે કાશ્મીર થી કન્યા કુમારી 4250 કિલોમીટર લાંબો પ્રવાસ સાઇકલ પર કરશે. યાત્રા દરમ્યાન તેઓ દેશના લોકો સાથે મળી એકતા અને ભાઈચારાનો સંદેશ આપી રહ્યાં છે.

 

આ સાઇકલ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહોંચી ત્યારે સ્થાનિક યુવાનો અને નાગરિકોએ તેમનું સ્વાગત કર્યું. આ પ્રસંગે સાયકલ યાત્રીઓએ જણાવ્યું હતું કે દેશને એક રાખવા માટે સરદાર પટેલે કરેલા યોગદાનને ભૂલવામાં ન આવે. યુવા પેઢી સુધી આ સંદેશ પહોંચે એ જ અભિયાનનો મુખ્ય ધ્યેય સાથે આ સાયકલ યાત્રા નીકળી છે અહીંથી આ સાયકલ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ત્યાં રોકાઈ ત્યાં આવતા પ્રવાસી પર્યટકો ને પણ આ સાયકલ યાત્રાળુઓ ભારતની એકતા અને અખંડતાનો સંદેશ આપશે….

બોક્સ

બોડેલીમાંથી યાત્રા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર તરફ જવા નીકળી હતી યાત્રા દરમિયાન વિવિધ શહેરો અને ગામોમાં લોકો જોડાઈ સમર્થન આપી રહ્યા છે.”સરદાર પટેલે દેશને એકતાના ત્રાજવા મા તોલ્યુ હતું તેને આજે પણ આપણે એ સંદેશને જીવંત રાખવા કાશ્મીરથી કન્યા કુમારી સુધી સાઇકલ રાઇડ કરી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો મેસેજ પહોંચાડવાનું અમારું ધ્યેય છે કેમ આ રાઇડરો જણાવી રહ્યા છે

 

સુમિત યાદવ… રાઇડર..અલવર રાજસ્થાન

 

બોક્સ

 

સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 જન્મ જયંતી નિમિત્તે આજે સાયકલયાત્રામા દેશના અલગ અલગ રાજ્યોમાંથી રાઇડરો જોડાયા છે જેમાં અમારી સાથે મંગળા પય નામ ધરાવતી 68 વર્ષ ની મહિલા પણ જોડાઇ છે અને ફિટ ઇન્ડિયા વુમન અને એકતાનો સંદેશ આપવા નીકળેલા આ રાઇડરો ખૂબ આનંદની લાગણી અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે

 

દિપક શર્મા… રાઇડર હરિયાણા

 

રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!