GUJARAT

નસવાડી તાલુકા પાસે ST બસ પર ગંભીર પથ્થરમારો : બસચાલક ઇજાગ્રસ્ત, પાછળનો કાચ ચકનાચૂર

મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી તાલુકાના તણખલા ગામ નજીક ગઈ રાત્રે કરજણ ડેપોની એસ.ટી. બસ પર અજાણ્યા તત્વોએ ગંભીર પથ્થરમારો કરતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, પી.એમ. કાર્યક્રમમાંથી લાભાર્થીઓને મૂકીને બસ પરત નસવાડી તરફ આવી રહી હતી, તે સમયે ઘટનાએ અચાનક જ વેગ પકડ્યો હતો પથ્થરમારાની ઘટનામાં એક મોટો પથ્થર સીધો બસ ચાલકના કાનની પાસે વાગ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજા થતા તાત્કાલિક નસવાડી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારા દરમ્યાન બસના પાછળના ભાગનો કાચ સંપૂર્ણ રીતે તૂટી પડ્યો હતો.ઘટના બાદ બસને તણખલા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. ઘટનાસમયે બસ કાટકુવા ગામના લાભાર્થીઓને મૂકીને પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શરારતી તત્વોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે.નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા આરોપીઓ સામે આગાહી કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!