BODELICHHOTA UDAIPUR
છોટાઉદેપુર જીલ્લાનો શિહોદ ગામે ભારજ નદી પરનો જનતા ડાયવર્જન અનેક વાર ધોવાતા ફરી એક વાર ધમધમ્યો

બોડેલીથી છોટાઉદેપુર તથા પાવી–જેતપુર જવા માટેના માર્ગ પર આવેલ શિહોદ ગામની ભારજ નદી પરનો બ્રિજ તૂટી જતા છેલ્લા લગભગ 2 વર્ષથી વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. તંત્ર દ્વારા બનાવાયેલ તાત્કાલિક ડાયવર્ઝન પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.ફરી એક વખત શિહોદ તથા આજુબાજુના ગામના લોકોએ પોતાના પ્રયાસો અને મહેનતથી નવો ડાયવર્ઝન માર્ગ તૈયાર કર્યો છે. જેના કારણે હાલ માર્ગ પરથી વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે અને વિસ્તરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતા દ્વારા બનાવાયેલા આ ડાયવર્ઝનથી લોકોના રોજિંદા અવરજવરનું સંકટ દૂર થયું છે અને માર્ગ ફરી ધમધમતો બન્યો છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





