મઘવાસ અને અલીન્દ્રા ગામે પરપ્રાંતીય ઈસમોને કામે રાખી સ્થાનીક પોલીસ ને જાણ નહી કરનાર કંપનીના બે સંચાલકો સામે કાર્યવાહી કરી.

તારીખ ૧૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળી કે આ વિસ્તારના નાના મોટા દુકાનદાર પોતાની ત્યાં પરપ્રાંતીય ઈસમોને નોકરીમાં રાખી સ્થાનિક પોલીસ ને તેની કોઈ જણ કરતા નથી જેની તપાસ કરતા અલીન્દ્રા ખાતે દુર્ગા ટાયર સર્વિસ નામની દુકાને તપાસ કરતા સરતાજ અબ્દુલ સલામ અન્સારી નામનો ઈસમ મૂળ બિહારનો છે જે છેલ્લા અગિયાર દિવસથી મજૂરી કરે છે અને સ્થાનીક પોલીસને કોઈ જાણ કરી નથી જેથી પ્રજેશ પિલ્લાઈ સામે કાર્યવાહી કરી આ ઉપરાંત મઘવાસ ગામે ડ્રીમ એન્જિનિયરિંગ મા ઉત્તરપ્રદેશ નો વિજય મંગલા યાદવ નામનો ઈસમ એકાદ વર્ષ થી વેલ્ડિંગ નુ કામ કરતો હોય જેની પાસે કોઈ આઇડી પ્રૂફ મેળવેલ નથી કે સ્થાનિક પોલીસ મથકે કોઈ જાણ કરી નથી જેથી ડ્રીમ એન્જિનિયરિંગ ના સંચાલક યોગેશ ગણેશભાઈ પટેલ સામે જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરી છે.





