બોડેલી ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આઈટીઆઈની મુલાકાત લઇ માહિતી મેળવી




આઇટીઆઇના શિક્ષણવિશેષજ્ઞોએ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમના વિવિધ પાસાઓ અને વર્કશોપ પરિપ્રેક્ષ્યમાં કૌશલ્ય અને અદ્યતન તકનિકો વિશે સમજ આપી. આ મુલાકાત દ્વારા, વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી માટે વિકલ્પોને સમજવા અને વ્યાવસાયિક જગતમાં કાર્ય કરવાની યોગ્ય રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ પ્રસંગે શાળાના વોકેશનલ ટ્રેનર સુમૈયાબેન સંભાલીવાલાએ વિદ્યાર્થીઓને અધતન વિવિધ કૌશલ્ય સાધનોથી સજાગ કરવા માટે આ પ્રકારના અભ્યાસક્રમોની મહત્વત્તા પર ભાર મૂક્યો.આ મુલાકાતથી વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે નવી તક અને ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરવાની નવી દિશા મળી રહેશે.ત્યારે આ મુલાકાતને ઉત્તમ મંચ તરીકે નામ આપવામાં આવ્યું.જ્યારે આઇટીઆઇના આચાર્યશ્રી પુષ્પેન્દ્ર સોલંકી સાહેબ દ્વારા વ્યાવસાયિક જ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન બની રહેશે. અંતે શાળાના આચાર્યશ્રી યુ.વાય. ટપલા સાહેબ દ્વારા પુષ્પેન્દ્ર સોલંકી સાહેબનો હૃદય પૂર્વક આભાર માની વિદાય લીધી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી




