Oplus_16908288બોડેલી – પાવી જેતપુર માર્ગ પર સીહોદ બ્રિજ તૂટ્યા બાદ જનતા ડાયવર્જન વારવાર ધોવાતા મુસાફરો ને ૪૦ કિલોમીટર ફરવાનો વારો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી પાવી જેતપુર જતા માર્ગ પર આવેલો સીહોદ બ્રિજ તૂટ્યા બાદ લોકો માટે મુસાફરી એક મોટો પડકાર બની ગયો છે.બ્રિજ તૂટી જવાથી વાહનચાલકોને હવે અંદાજે ૪૦ કિલોમીટર ફરી ને જવું પડે છે. બ્રિજ તૂટ્યા બાદ લોકો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા તરીકે ડાયવર્જન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ દરેક વરસાદી મોસમમાં આ ડાયવર્જન વરસાદના પાણીથી ધોવાઈ જતું હોય છે, જેના કારણે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.હમણાં થોડા સમય પહેલા જ જનતા સહયોગથી ડાયવર્જન તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે એ માર્ગ પણ ધોવાઈ ગયો છે. પરિણામે, ફરી એકવાર લોકો ૪૦ કિલોમીટર ફરી મુસાફરી કરવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે વર્ષોથી બ્રિજની મરામત અથવા નવો બ્રિજ બાંધવાનો પ્રશ્ન લટકતો રહ્યો છે. સતત આવનજાવન કરતા વિદ્યાર્થીઓ, કામદાર વર્ગ અને દૈનિક મુસાફરોને આ માર્ગની ખરાબ હાલતના કારણે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે.ઉપરાંત, બોડેલી – કવાંટ રોડની હાલત પણ અત્યંત બિસ્માર છે. રસ્તામાં મોટા ખાડા, ઊંડા ખંઢેરો અને તૂટેલા પેચકાર્ડ જેવા ભાગો હોવાથીવાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થવું એટલે એક પ્રકારનું જંગ લડવું ગણાય છે રસ્તાની સુધારણા માટે પગલાં લેવાની માંગણી કરી છે. ગ્રામજનોના મતે જો તંત્ર સમયસર કાર્યવાહી ન કરે તો શુ થશે તે જોવું રહ્યું
તોસીફ ખત્રી બોડેલી
«
Prev
1
/
78
Next
»
મોરબી: કુદરત રૂઠી છે અને મંત્રીઓ ખેડૂત ની મજાક ઉડાવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર