શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ માટે શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ થયેલા મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરાના નાયબ કલેક્ટર અને શહેરા પ્રાંતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ શાખાઓને લગતા કુલ ૧૨ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો પૈકી ૯ પ્રશ્નોનો તાત્કાલિક અને સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જ્યારે બાકીના ૩ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા ઝડપથી યોગ્ય પગલાં લઈ નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં શહેરાના પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્રભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મુંધવા, વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.






