GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સરકારી ઈજનેરી કોલેજ રાજકોટ (કણકોટ) ખાતે ગ્રેજ્યુએટ માટેની એપ્રેન્ટિસશિપ યોજાશે

તા.૧૨/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

તા.૩૧ ડિસેમ્બર સુધીમા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

Rajkot: ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપેન્ટિસશિપ યોજના અંતર્ગત કમિશ્નરશ્રી ટેક્નિકલ શિક્ષણ કચેરી, ગાંધીનગર હેઠળની સરકારી કોલેજોમાં વિવિધ કામગીરી માટે યોગ્ય ઉમેદવારની એપ્રેન્ટિસ અંગેની પસંદગી થનાર છે.

જે અંતર્ગત સરકારી ઇજનેરી રાજકોટ ખાતે સીવીલ ઈજનેરી, કોમ્યુટર ઈજનેરી, ઇલેક્ટ્રિકલ ઈજનેરી, મિકેનિકલ ઈજનેરી તથા લાઈબ્રેરી સાયન્સ જેવી પોસ્ટ માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પસંદગી થનાર છે. આ યોજનામાં સામેલ થઈ પસંદગી પામેલા એપ્રેન્ટિસને નિયમ મુજબ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ એપ્રેન્ટિસશિપ પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન કરાવી શકાશે. આ એપ્રેન્ટિસશિપ અંગેની પ્રક્રિયા, નિયમો, લાયકાત તથા રજીસ્ટ્રેશન અંગેની માહિતી સંસ્થાની વેબસાઈટ www.gecrajkot.ac.in પર ઉપલબ્ધ છે. આ પ્રક્રિયાને લગતા કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે ઈમેલ આઈડી apprentice @georajkot ac in અથવા મોબાઈલ નંબર – 9428348194 પર સંપર્ક કરી શકાશે.

Back to top button
error: Content is protected !!