GUJARAT

કવાંટ તાલુકાના પાનવડ ગામે ધારાસભ્ય‌ ના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

મુકેશ પરમાર નસવાડી 

સમગ્ર રાજ્યમાં “૨૪ વર્ષ: જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ના કેન્દ્રવર્તી વિચાર સાથે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના પાનવડ ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી હતી. વિકાસ સપ્તાહ ઉજવણીનો હેતુ સમજાવી તમામ જરૂરિયાત ધરાવતા લાભાર્થી યોજનાઓનો લાભ મળે માટે પ્રયત્ન કરવા સૌને અપીલ કરી હતી. વધુમાં તેઓશ્રીએ આગામી તહેવારોની ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા સૌને આહવાન કર્યું હતું.ધારાસભ્ય ના હસ્તે પાનવડ ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે પાડલીયા ગ્રામ પંચાયતને ઘન કચરા માટે ૨ ટ્રેક્ટર અને ટ્રોલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. પાનવડ ખાતે વિવિધ યોજનાના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું જેમાં રૂ.૧.૧૮ કરોડના કુલ ૩૫ કામોનુ ખાતમુહૂર્ત અને રૂ.૧.૧૨ કરોડના કુલ ૩૪ કામોનું ખાતમુહૂર્ત મળી કુલ ૨.૩૧થી વધુના ૬૯ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામા આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સાથે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, સરપંચશ્રી, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!