GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા મિંયાણામા મચ્છુ નદીના પાણી વાંઢ વિસ્તારોમા ફરી વળતા ભારે નુકશાની વાહનનો ના બદલે હોળીઓનો ઉપયોગ કરી લોકો સલામત સ્થળે પહોચ્યા

 

MALIYA (Miyana):માળીયા મિંયાણામા મચ્છુ નદીના પાણી વાંઢ વિસ્તારોમા ફરી વળતા ભારે નુકશાની વાહનનો ના બદલે હોળીઓનો ઉપયોગ કરી લોકો સલામત સ્થળે પહોચ્યા

 

 

માળીયા મિંયાણા તા ૨૭ ઓગસ્ટ ૨૪ – માળીયા મિંયાણા કચ્છથી અમદાવાદ નેશનલ હાઈવે અને જામનગર સ્ટેટ હાઈવે પર વાહનોનુ પરીવહન બંધ કરાયુ હાઈવે પર બચાવ ટીમના ધામા વાંઢ વિસ્તારોમા ૪૫ લોકો ફસાતા બચાવ કામગીરી શરુ કરાઈ મોરબી જીલ્લાના ઉપરવાસમા ભારે વરસાદના કારણે મચ્છુ નદીના ૩૪ નાલાઓ ખોલાતા માળીયા મિંયાણા તાલુકાના વીરવદરકા ફતેપર ખીરઈ કાજરડા હરીપર માળીયા મિંયાણા જુના નવા હંજીયાસર સહિત વાંઢ વિસ્તારોમા તંત્ર દ્રારા રેડ એલર્ટ જાહેર કરી સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ હતી ત્યારે માળીયા મિંયાણા શહેરમા મચ્છુ નદીના પાણી ફરી વળતા કોળીવાસ મોવરવાસ જામવાસ જુના નવા રેલ્વે સ્ટેશન વિસ્તાર ટેલીફોન એકચન્જ વિસ્તાર સહિત ખારાવાંઢ ભોળીવાંઢ મોવરનોટીંબો બેંગવાંઢ માણેકવાંઢ ભગાડીયાવાંઢ રાખોડીયાવાંઢ કોબાવાંઢ વીડીવાંઢ વિસ્તારો અને જુના નવા હંજીયાસર હરીપર ખીરઈ ગામોમા મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા અને લોકોને

ભારે નુકશાની વેઠવી પડી હતી ત્યારે મચ્છુનદીના પાણી નેશનલ સ્ટેટ હાઈવે પર ફરી વળતા કચ્છ અમદાવાદ નેશનલ હાઈવે ૩૬ કલાક માટે બંધ કરી દેવામા આવ્યો હતો તેમજ કચ્છ જામનગર સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવાયો હતો મચ્છુ નદીના કહેરથી વાંઢ વિસ્તારોમા રહેતા ગરીબ પરીવારો પોતાનો જીવ બચાવવા માલઢોર સાથે નેશનલ હાઈવે પર ધામા નાખ્યા હતા આ પરીવારોની ધરવખરી અને માલસમાન પાણીમા ગરક થતા ભારે નુકશાની વેઠવી પડી હતી તેમજ કોબા વાંઢ વિસ્તારમા ચોતરફ મચ્છુના પાણી ફરી વળતા ૪૫ જેટલા લોકો ફસાયા હતા જેને બહાર કાઢવા બચાવટીમ દ્રારા કામગીરી હાથ ધરવામા આવી હતી માળીયા મિંયાણા તાલુકામા મચ્છુનદીના પાણી ફરી વળતા હરીપર જુનાનવા હંજીયાસર ખીરઈ ફતેપર સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ ભારે વરસાદના કારણે મોટાભેલા ચમનપર ભાવપર બગસરા સરવડ સહિતના ગામોમા અવરજવર બંધ થતા સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ ધોડાધ્રોઈ નદીના ધોડાપુરના કારણે માણાબા સુલતાનપુર ચીખલી સહિતના ગામો પણ સંપર્ક વિહોણા બન્યા હતા માળિયા મિંયાણા શહેર અને વાંઢ વિસ્તારોમા વાહનોના બદલે હોળીઓનો ઉપયોગ કરી લોકો સલામત સ્થળે પહોચ્યા હતા તેમજ નવારેલ્વે સ્ટેશનમા મચ્છુના પાણી ધુસી જતા રેલ્વેના પાટાઓ તુટી જતા ટ્રેનો પણ રદ કરવામા આવી

Back to top button
error: Content is protected !!