Rajkot: હેવી ગૂડ્સ વ્હીકલ માટે GJ-03-BZ અને GJ-03-CU સીરીઝનું રી-ઓકશન
તા.૧૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા HGV (હેવી ગૂડ્સ વ્હીકલ), ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-03-BZ અને GJ-03-CU સીરીઝનું રી-ઓકશન તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫થી શરુ કરવામાં આવશે. આથી, ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુકે http://parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઇ-ઓક્શનમાં ગોલ્ડન, સિલ્વર કે અન્ય નંબરો મેળવવા માટે તા. ૨૧ ફેબ્રુઆરીથી તા. ૨૫ ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૦૪ કલાક સુધી ઓનલાઈન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવા સૌ પ્રથમ parivahan.gov.in પર જઈને ઓનલાઇન સર્વિસ પર કિલક કરવું, ત્યારબાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પસંદ કરીને આઈ.ડી. બનાવવું. ત્યારપછી સી.એન.એ. ફોર્મ ઓનલાઇન ભરવું અને પસંદગીના નંબરમાં દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવી. જેના બાદ હરાજીમાં ભાગ લઈને નંબર મેળવ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. બાદમાં આર.ટી.ઓ.ની અપ્રુઅલ લઈ નંબર મેળવવાનો રહેશે. આ માટે વાહનનું રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. અરજદારે વાહન ખરીદીના સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવું ફરજીયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.