BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર બગડેલા ખોરાકનો ભંડાફોડ — નગરમાં ખાણીપીણીની લારીઓ પર તાબડતોબ દરોડા

છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કમળા સહિત પાણીજન્ય રોગોમાં વધારો થતાં તંત્ર સતર્ક બન્યું છે. તેને પગલે આજરોજ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી.
ચોપાટી વિસ્તાર સહિત શહેરમાં આવેલી પાણીપુરીની લારીઓ, ફાસ્ટફૂડ, ચાઇનીઝ નાસ્તા હાઉસ અને અન્ય ફૂડ સ્ટોલ્સ પર તપાસ દરમિયાન મોટી બેદરકારી સામે આવી હતી. ખાસ કરીને પાણીપુરીની લારીઓ ઉપર બાફેલા બટાકા બગડેલા અને અનહાઈજીનિક રીતે સંગ્રહાયેલ જોવા મળતાં ટીમે ગંભીર નોંધ લીધી હતી.
નગરના હેલ્થ વિભાગને મળેલા કમળાના વધતા કેસની સૂચના બાદ નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કરી કાર્યવાહી શરૂ કરી હતી. બે દિવસથી ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધીમાં આશરે 10 જેટલા સ્ટોલ્સ અને સ્થળોની ચકાસણી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ગેરરીતિ પકડાયેલા વેપારીઓને ચેતવણી સાથે જરૂરી નોટિસ આપવામાં આવી છે. આગળ વધુ તપાસ સાથે કડક પગલા લેવામાં આવશે તેવો પણ વિશ્વાસ તંત્ર દ્વારા અપાયો છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!