
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાના ગામોને “મારું ગામ ટીબી મુક્ત ગામ” બનાવવાના ભાગરૂપે હાલ ૧૦૦ દિવસ સઘન ટીબી ઝુબેશ
ભારત દેશમાંથી વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ હાલ જિલ્લામાં ખાસ ૧૦૦ દિવસની ટીબીના દર્દીઓને શોધવાની ઝુંબેશ ચાલી રહી છે. એટલુ જ નહીં, પોઝિટિવ દર્દી ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને બીન ચેપી રોગ થયેલા લોકોનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી વધુમાં વધુ દર્દીઓ શોધી અને તેમને સારવાર ઉપર લઈ શકાય. આ ઝુંબેશ અંતર્ગત અરવલ્લી જીલ્લાના તમામ તાલુકાના ગામોને મારું ગામ ટીબી મુક્ત ગામ બનાવવાના હાલ ૧૦૦ દિવસ ટીબીના દર્દી શોધ માટે અભિયાન ચાલી રહ્યું છે. જેમાં પોઝિટિવ દદીના સંપર્કમાં આવેલા તમામ દર્દીનું સ્કિનીંગ થાય તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના ગળફાના ટેસ્ટ કરાય છે અને એક્સ-રેની તપાસ અને તેનું પરિક્ષણ કરવાની કામગીરી ચાલી રહી છે. જે દર્દીના ગળફાની તપાસમાં પોઝીટીવ આવે છે તેને સારવાર હેઠળ મુકાય સાથે જરૂર જણાય તો તેને વધુ સારવાર અર્થે સિવિલમાં મોકલી આપવામાં આવે છે.
જીલ્લામાં નીક્ષય મિત્ર દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે ,આ સાથે નિદાન થયેલ ટીબીના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટીબી રોગ અંતર્ગત સ્કીનીંગ કરી, ટીબી રોગ નેગેટીવ તમામ દર્દીઓને “ટીબી રોગ પ્રીવેન્ટીવ થેરાપી”ની સારવાર આપવામાં આવે છે.આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી તેમને સારવાર પર મૂકી મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો લાવી ટીબી મુક્ત ભારત અભીયાનના સ્વપ્નને સાકાર કરવાનો છે.




