AHAVADANGGUJARAT

ડાંગની ચીચીનાગાવઠા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવડાંગની ચીચીનાગાવઠા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ શિક્ષકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભાવસભર સન્માન કરવામાં આવ્યુ હતુ.સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સમગ્ર પરિસર ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યો હતો.આ કાર્યક્રમમાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમના અધ્યક્ષપદે ગ્રુપ ગ્રામ પંચાયત ચીચીનાગાવઠાના સરપંચ સંકેતભાઈ બી.બંગાળ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય નાયબ દંડક તથા 173-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત વઘઈ તાલુકા પ્રમુખ ચંદરભાઈ એમ. ગાવિત તથા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ દક્ષાબેન એસ.બંગાળની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિત તરીકે ડાંગ જિલ્લાના રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત એવા શિક્ષકની હાજરી સૌ માટે પ્રેરણારૂપ બની હતી.આ ઉપરાંત ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેન્દ્રભાઈ કે. ગાવિત, વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ વી. પટેલ તથા ડાંગ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી હરેશભાઈ આર.ભોયે ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય રજનીભાઈ કુંવરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમનું અસરકારક અને સુંદર સંચાલન હેતલબેન આર. પટેલ તથા હેમંતભાઈ કે. ભોયે દ્વારા કરવામાં આવ્યુ હતું.અહી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટિકાઓ તથા લોકનૃત્યો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ નિવૃત્ત અને વરિષ્ઠ શિક્ષકોનું શાલ, શ્રીફળ અને પુષ્પગુચ્છ દ્વારા ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતુ.સાથે મહેમાનોએ પોતાના પ્રવચનમાં શાળાના શૈક્ષણિક કાર્ય, શિક્ષકોની નિષ્ઠા તથા વિદ્યાર્થીઓની પ્રતિભાની પ્રશંસા કરી હતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર માટે આવા કાર્યક્રમોની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.આ કાર્યક્રમના અંતે આચાર્ય રજનીભાઈ કુંવરે આભારવિધિ આટોપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!