GUJARATKARJANVADODARA

કરજણ પાલિકાની આંખ નીચે ચિકન સોપોની ધમધમાટ

કરજણમાં મટન શોપની દુકાનોનું પરવાનગી વગર સીલ તોડી દુકાનદારોએ ધંધો શરૂ કર્યો

નરેશપરમાર.કરજણ-

કરજણ પાલિકાની આંખ નીચે ચિકન સોપોની ધમધમાટ

કરજણમાં મટન શોપની દુકાનોનું પરવાનગી વગર સીલ તોડી દુકાનદારોએ ધંધો શરૂ કર્યો

કરજણ નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર આવેલ મટન શોપની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પણ જાતની મંજૂરી કે જાણ વગર દુકાનદારોએ કોઈના છુપા આશીર્વાદથી મટન શોપની દુકાનોના મારેલું સીલ તોડી નાખી દુકાનો ધમધમથી કરી દીધી છે.કરજણ નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પાસે બી.આર.સી ભવન નજીક આવેલી મટન શોપમાં અગાઉ પણ સીલ મરાયું હતું. સીલ ખુલી જવા પામે ત્યારબાદ ફરી નગરપાલિકા દ્વારા મટન શોપને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર અમુક મટન શોપના માલીકો દ્વારા સીલ તોડીને મટન શોપનો ધંધો શરૂ કરી દીધો છે. આમ પાલિકા દ્વારા સીલ મારવા છતાં પણ કોઈપણ જાતની પરમિશન મંજૂરી વગર રાજકીય આકાઓના આશીર્વાદથી સીલ શરૂ કર્યા તોડી નાખીને ધંધો શરૂ કર્યા હોવાની કરજણ નગરમાં ચર્ચા ચાલી રહી છે. આ બાબતે કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસર એમ. એ. સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું કે અમારી જાણ બહાર સીલ તોડી નાખવામાં આવ્યું છે. તેઓ સામે હવે અમે પોલીસ ફરિયાદ કરીશું.

Back to top button
error: Content is protected !!