GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે ચીફ જસ્ટિસશ્રીએ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું વર્ચ્યુયલ ઉદ્ઘાટન કર્યું

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે ચીફ જસ્ટિસશ્રીએ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું વર્ચ્યુયલ ઉદ્ઘાટન કર્યું

રિપોર્ટર.  અમીન કોઠારી  મહીસાગર

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર (FWDC) નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એમ. એન. ગડકરીએ જણાવ્યુ હતું કે, ઓપચારિક સાક્ષી કેન્દ્ર થકી પોલીસ અધિકારીઓ સહિત તેમના તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસરો, મોબાઈલ કંપનીના નોડલ અધિકારીઓ અને એફ. એસ.એલ ના અધિકારીઓ જે તે જીલ્લામાં નોકરી કરતાં હશે ત્યાંથી પોતે જુબાની આપી શકશે જેનાથી લાંબા અંતરની મુસાફરી ટળશે. આ કેન્દ્ર થકી તેમનો સમય બચશે અને કોટોમાં કેશોનો ત્વરિત નિર્ણય થશે.

આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એમ. એન. ગડકરીએ તકતીનું અનાવરણ કરીને આ નવા સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.આ સેન્ટરનો મુખ્ય હેતુ કેસના સાક્ષીઓ માટે જુબાની આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હવે સાક્ષીઓને જુબાની આપવા માટે કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાની જરૂર રહેશે નહીં. તેઓ આ વિડીયો કોન્ફરન્સ સુવિધાનો ઉપયોગ કરીને તેમના નિવેદનો રેકોર્ડ કરાવી શકશે.આ પહેલથી સમય અને નાણાં બંનેની બચત થશે, અને ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાયતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એમ. એમ. પરમાર, પ્રિન્સિપાલ જજ શ્રી ટી. એચ. દવે, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી પી. સી. સોની, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ શ્રી એચ. એ. પંડ્યા, એડિશનલ સિવિલ જજ શ્રી આર. એ. પટેલ, કુલટાઈમ સેક્રેટરી શ્રી એચ. આર. પરમાર, તેમજ વકીલ બારના પ્રમુખ મનોજ પટેલ અને સેક્રેટરી દિનેશભાઈ રાઠોડ સહિત કોર્ટનો સમગ્ર સ્ટાફ ગણ હાજર રહ્યો હતો.આ નવું સેન્ટર ન્યાયિક પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને ન્યાયની પ્રક્રિયાને વધુ સુલભ બનાવવામાં મદદ કરશે.

Back to top button
error: Content is protected !!