GUJARATPANCHMAHALSHEHERA

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15મી માર્ચે પંચમહાલના પ્રવાસે: શહેરામાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૧૫મી માર્ચ, રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ પ્રવાસના સુચારૂ આયોજન અને પ્રોટોકોલ જાળવણી માટે ગોધરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ પોલીસ બંદોબસ્ત, બેઠક વ્યવસ્થા, વાહનવ્યવહાર નિયમન અને સફાઈ સહિતની પાયાની જરૂરિયાતો અંગે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!