ANANDANAND CITY / TALUKOGUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.07 મી માર્ચના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.07 મી માર્ચના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

તાહિર મેમણ – આણંદ – 05/03/2026 – આણંદ જિલ્લામાં આગામી તા.07 મી માર્ચ શનિવારના રોજ પેટલાદ ખાતે અતિ પૌરાણિક શ્રી ચામુંડા માતાજી મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને ધ્યાને લઈ પ્રોટોકોલ મુજબ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતોનું યોગ્ય આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

 

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, રૂટ ઉપર સાફ-સફાઇ સહિત રૂટ પરના વાહનવ્યવહાર નિયમન સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ બાબતે કલેકટર શ્રી એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના પ્રાંત અધિકારી શ્રી હિરેન બારોટ, નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ શ્રી વાઘેલા, ચામુંડા માતા ટ્રસ્ટ પેટલાદ ના ચેરમેન નિરંજનભાઇ પટેલ, ચામુંડા માતા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ખોડાભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!