GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માં નર્મદાની પૂજા કરી પરિક્રમાના શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો

નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માં નર્મદાની પૂજા કરી પરિક્રમાના શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો

 

વડોદરાથી તિલકવાડા અને રામપુરા જવા માટે વધુ એસટી બસો મૂકવા શ્રદ્ધાળુઓની માંગ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી માં નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમાના અવસરે મંળવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચીને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માં રેવાને પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના રાહત કેમ્પ, સખી મંડળના બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા CCTV કન્ટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જોઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતેથી શ્રી રણછોડરાયજી મંદિરે પહોંચી દર્શન કરી અને મંદિર પરિસર ખાતે દેશભરમાંથી આવેલાં વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે, પવિત્ર માં નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લાં કેટલાંય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે. પરિક્રમાર્થીઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સૂચનો-પ્રતિભાવો મેળવ્યા હતા. પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત વડોદરાથી તિલકવાડા અને રામપુરા આવા માટે વધુ બસ સેવા ઉભી કરવા જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!