AHMEDABADGUJARAT

મુખ્યમંત્રીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

મુખ્યમંત્રીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળીને પ્રશંસા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સફ્રી જાહેર કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી.

આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!