JETPURRAJKOT

રાજકોટના ત્રંબા ખાતે પ્રી મેટ્રિક સ્કોલરશીપ અંગેનો કેમ્પ યોજાયો

તા.૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અપાતી પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ માટે બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું ફરજિયાત છે, આથી સંબંધિત વિદ્યાર્થીઓના બેંક ખાતા સાથે આધાર કાર્ડ જોડવા માટેનો કેમ્પ રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ કચેરી દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં પ્રી મેટ્રિક શિષ્યવૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું.

જે અન્વયે ત્રંબા ગામ ખાતે પોપ્યુલર સ્કુલમાં પ્રી મેટ્રિક સ્કોલરશીપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઇનેબલ કરવા તથા આધાર સીડિંગ કરવાની પ્રક્રિયામાં આવતી સમસ્યાનો સ્થળ ઉપર ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ વર્મા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!