મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામે અત્યાર સુધીની સૌથી મોટું ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું – મંત્રીશ્રી રમેશભાઈ કટારા

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ગૌરવ રથનું મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આગમન થતાં કાર્યક્રમ યોજાયો
***
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…
મંત્રીશ્રી પી સી બરંડા અને મંત્રીશ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે રમતવીરો, તેજસ્વી વિધ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્રો આપી સન્માન કરાયા
***

ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારોને જન-જન સુધી પહોંચાડવાની આ યાત્રા માત્ર આદિવાસીઓ માટે જ નહીં, પરંતુ દરેક સમાજ માટે પ્રેરણારૂપ – મંત્રીશ્રી પી સી બરંડા
***

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામે અત્યાર સુધીની સૌથી મોટું ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું – મંત્રીશ્રી રમેશભાઈ કટારા
***
રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.
આ ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રીશ્રી પી સી બરંડા અને રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસર્વધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતીમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, ૧૫મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને ૧૫૦ વર્ષ પૂરા થાય છે. એક મહાપુરુષ, શક્તિશાળી ક્રાંતિકારીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પગલું આપણા અને દરેક સમાજ માટે એકતાના પ્રતીક સમાન છે. ૨૫ વર્ષની યુવાન વયે અંગ્રેજો સામે બાથ ભીડનારા ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારોને જન-જન સુધી પહોંચાડવાની આ યાત્રા માત્ર આદિવાસીઓ માટે જ નહીં, પરંતુ દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રીનું ૨૦૪૭નું વિકસિત ભારત બનાવવાનું સપનું પૂર્ણ કરવા આદિવાસી સમુદાય અન્ય સમાજોની સાથે કદમથી કદમ મિલાવી આગળ વધે.
જનજાતીય ગૌરવ દિવસ વિશે વાત કરતાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, સંતરામપુર ખાતે આજે આપણે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજની શૌર્યગાથા ગવાઈ રહી છે. આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને તેને ઉજાગર કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામે અત્યાર સુધીની સૌથી મોટું ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જે દર્શાવે છે કે સરકાર હરહમેશ ખેડૂતોના પડખે ઊભી છે.
આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, જનજાતીય ગૌરવ દિવસ એ આપણા વડીલોએ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે જે બલિદાન અને લડત આપી છે તેમને યાદ કરવાનો દિવસ છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને બિરદાવ્યો હતો, જેમણે આદિવાસી સમાજના બલિદાનને ધ્યાનમાં લઈને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના દિવસને સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો હતો.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવો સહિત ઉપસ્થિત સર્વે લોકોએ ભગવાન બિરસા મુંડાજીની જીવન સંધર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું. આ ઉપરાંત આદિજાતિ સમાજના રમતવીરો,તેજસ્વી વિધ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતો સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી નિમિશાબેન સુથાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, અધિક નિવાસી કલેકટરશ્રી સી.વી. લટા, પ્રાયોજના વહીવટદારશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





