GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: જેતપુર-નવાગઢ અને ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં ઘન કચરાના ડોર ટૂ ડોર કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરતાં ચીફ ઓફિસર

તા.૨૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગોંડલ નગરપાલિકા અને જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, સેનેટરી ઈન્સપેકટરશ્રી તથા સીટી મેનેજર (SWM) દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ સમીક્ષા દરમિયાન શહેરના વાણિજ્ય વિસ્તારો તેમજ રેહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલી સફાઈ કામગીરી, ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી, નાળાઓની સફાઈ તથા જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન વિસ્તારના વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.





