GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકા કક્ષાનું યુવા ઉત્સવ કાંગવાઇ ખાતે યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, નવસારી દ્વારા સંચાલિત તેમજ સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈના સહયોગથી ચીખલી તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ૧૪ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોત પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનોના ઉત્સાહ અને કલાની ઝળહળતી ઝલક જોવા મળી હતી. આ અવસરે ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી નેહાબેન ભટ્ટ, યુવા તથા આજુબાજુ વિસ્તારના ગામોના લોકો, ટ્રસ્ટીશ્રી તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો.

ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અનંતભાઈએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ અને કલા પ્રતિભાને વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ શાળાના સર્વાંગી વિકાસથી પ્રભાવિત થઈ આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.આ સમગ્ર આયોજન શાળા ઉચ્ચતર વિભાગના શિક્ષક યહયાખાન લહેર તથા આચાર્ય વાય. એફ. દિવાન ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. શાળા સંચાલક મંડળના મંત્રી એ.ઈ. મંગેરા દ્વારા પણ સફળ કાર્યક્રમ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો યાદગાર દિવસ બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!