હાલોલ પાવાગઢ રોડ પરથી અપહરણ કરવામાં આવેલ બાળકને પોલીસે સુરક્ષિત રીતે શોધી માતાને સોંપ્યું, અપહરણ કર્તા દંપતીને પોલીસે ઝડપી પાડ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧.૨૦૨૬
હાલોલ પાવાગઢ રોડ પર ફુટપાટ પર પોતાના પાંચ માસ ના બાળક સાથે સુઈ રહેલી મહિલા પાસેથી રાત્રીના બાર વાગ્યા ના સમયગાળા દરમ્યાન એક અજાણી સ્ત્રી માસુમ બાળક નું અપહરણ કરી ગઈ હતી.જે બનાવ સંદર્ભે થયેલ બનાવ ની ગંભીરતા લઇ પંચમહાલ પોલીસ ની ટીમ શોધખોળ માં લાગી જતા ગણતરીના દિવસ માં આરોપીને ઝડપી પાડી પાંચ માસ ના બાળક ને તેની માતા ને સોંપવામાં સફળતા મળી હતી.બનાવ ની વિગત એવી છે કે હાલોલ પાવાગઢ રોડ પર સાંઈ બાબા મંદિર પાસે ફુટપાટ પર રહેતી આશાબેન અર્જુનભાઈ દંતાણી રોજ ના ક્રમ મુજબ ૭મી જાન્યુઆરી ના રોજ પોતાના પાંચ માસ ના બાળક સાથે સુઈ ગયા હતા કડકડતી ઠંડીમાં રાત્રીના ૧૨ વાગ્યાના સમયગાળા દરમ્યાન એક અજાણી સ્ત્રી માસુમ બાળક નું અપહરણ કરી ગઈ હતી. તે સમયે મદદ માટે આશાબેને બૂમાબુક કરી હતી પણ કોઈ મદદ મળી ન હતી બનાવ અંગેની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે કરતા પોલીસે થયેલ બનાવ ની ગંભીરતા લઇ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ની સૂચના મુજબ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી જે રાઠોડ ના માર્ગદર્શન મુજબ જિલ્લા એલસીબી એસઓજી હાલોલ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ અલગ અલગ ટીમો બનાવી પાંચ માસ ના બાળક ની શોધખોળમાં લાગી ગઈ હતી. પોલીસ સમગ્ર વિસ્તાર માં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ તેમજ ટેકનિકલ અને હુમન રિસોર્સથી શોધખોળ આદરી હતી. આ ઉપરાંત આજુબાજુના ગામ ના સરપંચોનો સંપર્કઃ કરી આ બનાવ થી વાકેફ કરી જણાવાયું હતું કે કોઈ ના ઘરે નાનું બાળક ન હોય અને આવ્યું હોય તો તુરંત પોલીસ નો સંપર્ક કરવાનું જણાવેલ જેમાં પોલીસ ને ખાનગી બાતમી હતી કે હાલોલ ઔધોગિક વિસ્તારમાં પેનોરમા ચોકડી પાસે એક મહિલા અને એક પુરુષ પાસે એક નાનું બાળક આવેલ છે જે બાતમી ના આધારે પોલીસે તે યુગલ ની ઓરડીમાં તપાસ કરતા જશોદાબેન વિક્રમભાઈ પરમાર ઉ.વ.૪૦ તેમજ સુરેશભાઈ મફતસીંહ પરમાર ઉ.વ.૪૨ બન્ને મૂળ રહે ફરોડ તા ઘોઘામ્બ પાસેથી નાનું બાળક મળી આવતા તેના વાલીપણા અંગે આધાર પુરાવા માંગતા કોઈ પુરાવા રજુ કરી ન શકતા તે બાળક ને આશાબેન પાસે ઓળખ કરાવતા પોતાના બાળક ને ઓળખી ખુશી થી ગદગદ થઇ જતા પોલીસ મથકે ભાવાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ નાના માસુમ બાળક ના અપહરણ નો ગુનો ડીટેક થતા પોલીસ ને પણ હાશકારા સાથે ખુશી જોવા મળી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









