GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના બાળ કલાકારોનું દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પ્રથમ ક્રમની ૦૩ કૃતિઓ, દ્વિતીય ક્રમની ૦૭ કૃતિઓ અને તૃતીય ક્રમની ૦૬ કૃતિઓ મેળવી કુલ ૧૬ કૃતિઓમાં વિજય હાંસલ કરી

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા સંચાલિત “દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા : ૨૦૨૫–૨૬” તા. ૦૯/૦૧/૨૦૨૬ ના રોજ રૂંગટા વિદ્યાભવન, જિલ્લા ભરૂચ ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ ૯ જિલ્લાઓના બાળ કલાકારોએ ભાગ લીધો હતો. કુલ ૧૩ સ્પર્ધાની ૨૦ કૃતિઓમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં નવસારી જિલ્લાના બાળ કલાકારોએ ૧૬ કૃતિઓમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું  છે .

પ્રથમ કક્રમે  વકતૃત્વ ‘અ’ વિભાગ – શેખ ઇફત ,  નિબંધ લેખન ‘બ’ વિભાગ – પ્રજાપતિ ક્રિઝલ અને  એકપાત્રીય અભિનય ‘બ’ વિભાગ – ઉનડકટ પ્રાંજલ . દ્રિતીય ક્રમે વકતૃત્વ ‘બ’ વિભાગ – ગાંભવા રેન્સી , ચિત્રકલા ‘અ’ વિભાગ – પરમાર દિયાબેન , લગ્નગીત ‘બ’ વિભાગ – જોગડીયા જાનવી , દુહા-છંદ-ચોપાઈ (ખુલ્લો વિભાગ) – પરમાર વિરાટ , લોકગીત (ખુલ્લો વિભાગ) – પટેલ દ્રષ્ટિ , ભજન (ખુલ્લો વિભાગ) – રાઠોડ ખનક અને સમૂહગીત (ખુલ્લો વિભાગ) – ડી.ડી. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ તથા  તૃતીય ક્રમ પર  નિબંધ લેખન ‘અ’ વિભાગ – રાઠોડ મનાલી , ચિત્રકલા ‘બ’ વિભાગ – પાંચોટિયા ટીયા , સર્જનાત્મક કારીગરી ‘અ’ વિભાગ – યાદવ અનન્યા , લગ્નગીત ‘અ’ વિભાગ – પટેલ દિયા , એકપાત્રીય અભિનય ‘અ’ વિભાગ – પટેલ ધ્યેય અને લોકનૃત્ય (ખુલ્લો વિભાગ) – ડિવાઈન પબ્લિક ઈંગ્લિશ મિડિયમ સ્કૂલએ મેળવેલ છે.

આમ, સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશમાં પ્રથમ ક્રમની ૦૩ કૃતિઓ, દ્વિતીય ક્રમની ૦૭ કૃતિઓ અને તૃતીય ક્રમની ૦૬ કૃતિઓ મેળવી કુલ ૧૬ કૃતિઓમાં વિજય હાંસલ કરી નવસારી જિલ્લાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રથમ તથા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ બાળ કલાકારો આગામી યોજાનાર રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમ નવસારી  જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!