મહીસાગર: પ્રોજેક્ટ માટે આપેલ રમકડાની કીટમાં પેન્સિલ સેલ ફાડતા બાળકને ઈજા

મહીસાગર….
અમીન કોઠારી…
પ્રોજેક્ટ માટે આપેલ રમકડાની કીટમાં પેન્સિલ શેલ ફાડતા બાળકને ઈજા….
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે આવેલ ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાયમરી વીભાગના બાળકો ને પ્રોજેક્ટ નાં ભાગ રુપે રમકડાં ની કીટ શાળા દ્વારા આપવામાં આવેલ હતી.
આ શાળામાં વીરપુર તાલુકાના કોયડેમ ગામનો ધોરણ બે માં ભણતો વિદ્યાર્થી ને શાળામાંથી અપાયેલ રોબડૅ નું રમકડું લઇ ને ધરે ગયેલ અને ધરે આ રમકડું બાળક રમતો હતો ત્યારે અચાનક જ આ રમકડાં ની બેટરી ધડાકા સાથે ફાટતાં બાળકની આંખમાં ઈજાઓ પહોંચી હતી અને શરીર નાં અન્ય ભાગોમાં પણ ઈજા પહોંચી હતી.
આ ઈજાગ્રસ્ત બાળક ને તેનાં વાલીઓ તુરત સ્થાનીક દવાખાને સારવાર માટે લઈ ગયેલ પરંતુ બાળક ને આંખમાં વધુ ઈજા હોઈ બહાર લઈ જવાની જરૂર હોઈ આ ઈજાગ્રસ્ત બાળક ને હાલ લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આ ઈજાગ્રસ્ત બાળક ને રમકડાં ની બેટરી ધડાકા સાથે ફાટતાં ને તેથી આંખ માં ગંભીર ઈજા થતાં આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ ધટના સંદભૅમાં જીલ્લા નાં શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત તપાસ કરવામાં આવે ને બાળકોને શામાટે ને ક્યાં પ્રોજેક્ટ હેઠળ આવાં રમકડાં અપાયેલ???
મહીસાગર જિલ્લામાં બનેલી આ ઘટના બાળકો નાં માતાપિતાને શાળા માટે ચેતવણી રુપ કિસ્સો છે.
શાળા દ્વારા બાળકોને અપાયેલી આ રમકડાં ની કીટ ની ને તેમાંની બેટરી ની ગુણવત્તા સબંધી ની પણ તપાસ કરાય તેવી માંગ ઉઠી છે.






