શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોરણ–૧૦,૧૨, JEE, NEETની પરીક્ષાઓમાં ઝળહળતી સિધ્ધિ મેળવનારા ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ દરમિયાન ધોરણ–૧૦,૧૨, JEE, NEETની પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
<span;> ધોડિયા સમાજના ધોરણ- ૧૦,૧૨, NEET અને JEE માં ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર સમગ્ર ગુજરાત રાજયમાં રહેતા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત કાર્યક્રમમાં ઈનામ વિતરણ, શિલ્ડ તથા પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રાનું મુખ્ય આકર્ષણ એ રહ્યું હતું કે મળેલ ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના આયોજનને સાર્થક કર્યું હતું આ ઉપરાંત ધોડિયા સમાજનો નિવૃત અને સેવામાં હોય તેવો શિક્ષક સમુદાય પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યો હતો.આ કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીભાઈ ગરાસિયા, દક્ષિણ ગુજરાત વીવ કંપનીના અધિક્ષક ઈજનેર શ્રી ગિરીશભાઈ પટેલ, સમાજના અગ્રણી બીઝનેસમેન શ્રી ગુણવંતભાઈ પટેલ (નીરજ પેટ્રોલિયમ), સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મંગુભાઈ પટેલ, સંસ્થાના કારોબારી સભ્યો અને હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




