Rajkot: હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી ‘બાળ પ્રતિભા શોધ’ સ્પધા

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
લોક નૃત્ય, દોહા-છંદ-ચોપાઇ, વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા સહિતની સપર્ધામાં બાળકો કૌશલ્ય દેખાડશે
ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટ શહેર દ્વારા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૨૫/૧૨/૨૦૨૫ ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે લોક નૃત્ય, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઇ, લોકવાદ્ય સંગીત, સમુહ ગીત, લગ્ન ગીત, ભજન,વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા સહિતની સ્પર્ધાઓ યોજાશે.
વકતૃત્વ સ્પર્ધાના વિષય તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટના નોટીસ બોર્ડ પરથી બપોરે ૦૨:૦૦ કલાકે મેળવી લેવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર ઉમેદવારોએ નિયત સ્પર્ધાના સમય કરતાં ૧૫ મિનિટ વહેલા રીપોર્ટીંગ કરવાનું રહેશે. સ્પર્ધામાં જે શાળાના કલાકાર ભાઈઓ – બહેનોએ ફોર્મ ભરેલ છે તેમણે સ્પર્ધામાં સમયસર હાજર રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ની યાદીમાં જણાવાયું છે.



