બાલારામ કુદરતી સૌંદર્ય ધામ ખાતે મરેથોન દોડમાં બાળકો વડીલો. વૃદ્ધોએ ભાગ લીધો

4 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર થી 16 કિલોમીટર અંતરે આવેલા બાલારામ સૌંદર્ય ધામ એવા પેલેસ ખાતે રોટરી ક્લબ આયોજિત મેરેથોન દોડમાં બનાસકાંઠાના પોલીસ સ્ટાફ પોલીસ જવાનો.અઘિકારી સાથે સાથે અન્ય જિલ્લાઓના પણ બાળકો બહેનો વડીલો વૃદ્ધો આ દોડમાં ભારે ઉત્સાહ હ ભાગ લીધો હતો
બનાસકાંઠામાંબાલારામ પેલેસ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત પાલનપુર હાફ મેરેથોન આયોજન કરવામાં આવેલ તેમાં ગુજરાત ના રાજસ્થાન ના મહારાષ્ટ્ર ના તથા દેશના અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ રમત પ્રેમીઓએ સ્વાસ્થ્ય વીરોએ અધિકારીઓ કર્મચારીઓ અને જનતાએ હોશભેર ભાગ લીધો અને આ ઠંડીની મોસમમાં પોતાના સ્વાસ્થ્યને જાળવવાની જે કવાયત લોકો કરતા હોય તેનું ઉત્તમ નિદર્શન કર્યું દરેક શ્રેણીમાં 3000 મીટરમાં 10000 મીટર માં અને 21000 મીટર માં લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય અને દોડનું કોવત બતાવ્યું તેમાં 8 9 વર્ષથી લઈને 65 , 70 વર્ષના માણસોએ પોતાનું દોઢની ક્ષમતા નું પ્રદર્શન કરાવ્યું. રોટરી ક્લબ પાલનપુર આયોજન ના કારણે બહુ સફળ દોડવીરો લોકો સામે પ્રદર્શિત થયા લોકોને પ્રોત્સાહન મળ્યું છે આમાં બનાસકાંઠા પોલીસને પણ સહભાગી થવાનું અને જિલ્લાની સેવા આપવાનો મોકો મળ્યો તેમાં જિલ્લાના એસપી શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ ડીવાયએસપી શ્રી પરમાર સાહેબ શ્રી જોશી સાહેબ તથા k9 ડોગ સ્કોડ ના શ્રી વિક્રમકુમાર શિવલાલ. રાવલ શ્રી રહીમભાઈ લીંબડીયા તથા એડીઆઇ જાગૃતીબેન શ્રી ભાટી સાહેબ મૂળજીભાઈ ચૌધરી આમને સહભાગી થઈને પોતાનો યોગ્ય સેવા ફાળો આપ્યો અને દોડમાં ભાગ લઈને મેરા થોન કંપ્લીટ કરી અને જબરદસ્ત સ્વાસ્થ્યનું પ્રદર્શન સૌએ કર્યું છે , સૌ લોકોને પ્રોત્સાહન મળે તેવું કામ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલ છે બાલારામ ખાતે જંગલમાં બહુ જ સરસ આયોજન કરવામાં આવેલ ગુજરાત સરકાર તથા ભારત સરકારના પ્રોજેક્ટને જે સફળતા મળી છે તેનું બાલારામ પેલેસ ની સુંદરતા ઉડી ને આંખે વળગે તેવી હતી તેના બાજુમાં કર્મભૂમિ ફાર્મ હાઉસ તથા જયવીર ફાર્મ હાઉસ જેવી જોવાલાયક જગ્યાઓ પણ છે ઉજાણી જેવું સરકારી સાહસ પણ છે અને હવે સરકારનું નવું સાહસ બાલારામ સફારી જેનું આયોજન સરકાર કરી રહી છે , તેવું જાણવા મળ્યું છે




