
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોએ ઉતરાયણની પર્વની ઉજવણી કરી
ઉત્તરાયણ એ ગુજરાતીઓનો સૌથી પ્રિય અને ઉત્સાહભર્યો તહેવાર છે. સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશે ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે. પતંગો, મીઠાઈઓ અને આનંદના રંગોથી ભરેલો આ તહેવાર નાના બાળકોથી લઈને વયસ્કો સુધી સૌ કોઈ ઉત્સાહપૂર્વક ઉજવે છે.
અરવલ્લી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ તાલુકાઓની આંગણવાડી કેન્દ્રોમાં પણ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, ભિલોડા, મોડાસા અને બાયડ તાલુકાના સહિત અનેક આંગણવાડી કેન્દ્રોમાં નાના બાળકો માટે વિશેષ આયોજન કરાયું હતું.આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકોને રંગબેરંગી પતંગો વિતરણ કર્યા હતા અને સાથે બોર, ચિક્કી તથા ચોકલેટ જેવી મીઠાઈઓ પણ આપવામાં આવી હતી. નાના બાળકો પતંગ સાથે રમતાં અને ઉત્સાહથી ખુશી વ્યક્ત કરતાં નજરે પડ્યા હતા.ઉતરાયણ પર્વની ઉજવણી દ્વારા બાળકોમાં સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યેનો રસ વિકસે તેવો સુંદર પ્રયાસ આંગણવાડી કેન્દ્રોમાં જોવા મળ્યો. સમગ્ર અરવલ્લી જિલ્લામાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ રીતે ઉતરાયણ પર્વને બાળમંદિરો સુધી પહોંચાડવામાં આવ્યું, જે પ્રશંસનીય છે.





