GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી પટેલ અને એસ.યુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ કૈલાશધામ વૃધ્ધા આશ્રમ ની મુલાકાત લઈ માતૃ પિતૃ ભાવના કેળવી

વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી પટેલ અને એસ.યુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ કૈલાશધામ વૃધ્ધા આશ્રમ ની મુલાકાત લઈ માતૃ પિતૃ ભાવના કેળવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી હોસ્પીટલ પાસે આવેલ આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી પટેલ અને એસ.યુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કૈલાશધામ વૃધ્ધા આશ્રમ ની મુલાકાત લીધી હતી. વૃધ્ધા આશ્રમ મા રહેતા વૃધ્ધો સેવા કરી હતી. આશ્રમ ના તમામ રૂમોની સફાઈ કરવામાં આવી હતી. તેમજ ફ્રૂટ તેમજ કપડાઓ નુ વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત વૃધ્ધો ની નજીકતા મેળવી આત્મભાવ કેળવ્યો હતો. આશ્રમ રહી ને પણ માવતર પોતાના બાળકો પ્રત્યે અપાર પ્રેમ અને કૃપા રાખતા માવતર મા બાળકો એ ઈશ્વર ના દર્શન કર્યા હતા. તેઓની સાથે સમય પસાર કરી માતૃ ભાવના પિતૃ ભાવના કેળવી હતી. બાળકોની સાથોસાથ શાળાના શિક્ષકો કિરીટ ભાઈ પટેલ તેમજ મુળજી ભાઈ રાવત શિક્ષિકાઓ કુમારી શુભાંગની બેન પ્રજાપતિ તેમજ પ્રિયંકા બેન પટેલે પણ આશ્રમ ખાતે હાજર રહી આવી અવિસ્મ્ય પળ નો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!